ચાલો, અભિગમ બદલીએ - Swami Sachchidanand

ચાલો, અભિગમ બદલીએ

By Swami Sachchidanand

  • Release Date: 1987-07-17
  • Genre: Hinduism

Description

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ  કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી। તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

જુદાજુદા વિષય ઉપરનાં જુદાજુદા સ્થળે થયેલાં મારાં નવ પ્રવચનોનું સંકલન તથા સંપાદન કરીને આપ સૌના સમક્ષ પુસ્તકના રૂપમાં મૂકતાં ઈશ્વરકૃપાનો અનુભવ કરું છું. આ નવ પ્રવચનો વિશે મારે કશું કહેવાનું નથી. આપે જ યોગ્ય લાગે તે કહેવાનું તથા કરવાનું છે. મેં મારી દૃષ્ટિ તથા વિચારો મૂક્યા છે. આપ તેને કેટલા અંશમાં સ્વીકારો છો તે આપને જોવાનું છે. હું શું ઇચ્છું છું?— 1. હિન્દુ પ્રજા સરળ, સહજ અને સમાનતાવાળા ધર્મ તરફ વળે. 2. પ્રાચીન કાળની ભ્રાન્ત માન્યતાઓ તથા કુરૂઢિઓથી હિન્દુ પ્રજા જાગે અને મુક્ત થાય. 3. હિન્દુ પ્રજા શુદ્ધ ઉપાસક બને. અનેક પ્રકારની સામગ્રીઓ તથા વિધિઓથી મુક્ત થઈને સરળ ઉપાસના-પદ્ધતિથી પોતાના ઇષ્ટદેવની સાચી ઉપાસના કરતી થાય. અવ્યવસ્થાથી અને અનિશ્ચિતતાથી પણ છૂટે અને દૃઢ રીતે એક-પરમાત્માની ઉપાસના કરે. 4. વિધર્મીઓની વધતી જતી શક્તિ અને પોતાની ઘટતી જતી શક્તિનું તેને વાસ્તવિક ભાન થાય. ભવિષ્યનાં ભયંકર પરિણામોનો તેને ભય લાગે અને અંધકારમય ભવિષ્યને રોકવા તે પડકારોને ઝીલી લે, હિમ્મતવાળી બને તથા વિધર્મીઓને ભાંડવાની જગ્યાએ તેમની શક્તિઓનાં કારણો તપાસે. જે સ્વીકારવા જેવું હોય તે સ્વીકારે અને પોતાની દુર્બળતાનાં કારણોને પણ તપાસે. ધર્મ અને સંસ્કૃતિના મોહક નામે તે ડુબાડનારાં તત્ત્વો સાથે રાગ ન કર

Comments